સુરેન્દ્રનગરના ધણાદ ગામે ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં 4 શખ્સોએ યુવક પર ફાયરિંગ કર્યું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ફરી કથળી છે.
જેમાં ધ્રાંગધ્રાથી યુવક પરત ફરી રહ્યો હતો, તે દરમ્યાન 4 શખ્સો દ્વારા બોલાચાલી કરી દેશી તમંચાથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
આ ફાયરિંગની ગોઝારી ઘટના બાદ ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટફાટ અને મારામારીની ઘટના બાદ હવે જાહેરમાં તહેવાર સમયે ફાયરિંગની ઘટના બનતા કાયદો વ્યવસ્થા સામે ફરી સવાલ ઉઠ્યા છે.
આ ફાયરિંગની ઘટનાની જાણ સુરેન્દ્રનગર ડીવાયએસપીને થતા ડીવાયએસપી બોમ્બ સ્કોડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ તમામ ઘટનાની તપાસ આ લખતર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
ત્યારે સુરેન્દ્રનગરના ધણાદ ગામે ફાયરિંગની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.