ભાઈબીજ ના આજના અવસરે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતાં સામાજિક આગેવાન દુરૈયાબેન મુસાણી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
હિંદુ પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે, આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે.
ગુજરાતમાં આ દિવસ બહેન ભાઈને પોતાને ઘેર ભોજન માટે આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે.
ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામનાનુ. અને આ માન્યતા છે જેણે કેટલાય સંબંધોને અતૂટ બંધનોમાં બાંધી મૂક્યા છે.
ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે જાણે કેટલા વર્ષોથી આ તહેવાર બહેનો મનાવતી આવી છે. ધર્મ, ભાષા અને બંધનોથી અલગ ભાઈબીજ તહેવાર કોઈનો બંધક હોય તો તે ફક્ત ભાવનાઓનો અને ભાઈ-બહેનની પવિત્ર જોડીનો આ પ્રસંગને લઈ આજે રાજકોટમાં વસવાટ કરતાં અને સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં રસોઈમાં જેમ નમક કામ કરે છે તેવી રીતે ભળી જે લાજવાબ સ્વાદ આપે છે એવા સામાજિક મહીલા અગ્રણી દુરૈયાબેન એસ મુસાણી એ દરેક નાગરીકોને ભાઈબીજની શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી.
Tags:
News