WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટમાં ફોરચ્યુર્નરએ 8 થી 9 વાહનોને હડેફેટે લેતા 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત, કાર ચાલકની પોલીસે અટકાયત કરી

રાજકોટ શહેરમાં દિવાળીની રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં એક કાળા કલરની ફોરચ્યુર્નર કારના ચાલકે બેફામ કાર હંકારી બેફિકરાઈ થી અકસ્માત સર્જી લગભગ 8 થી 9 વાહનોને હડેફેટે લીધા છે જેના કારણે 5થી 6 લોકોને ઇજા પહોંચી હતી અને વાહનોમાં નુકશાન થવા પામ્યું હતું. સદ્નસીબે સીબે કોઈ જાનહાની થવા પામી નથી. અકસ્માત સર્જનાર કાર ચાલક હિરેન પ્રસાદીયા હોવાનું સામે આવ્યું છે જે પોતે નશાની હાલતમાં હોવાની ચર્ચા હોવાથી હાલ માલવિયાનગર પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફોરચ્યુર્નર કારના ચાલકે બેફામ કાર હંકારી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં દિવાળીની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. શહેરના હાર્દ સમા કાલાવડ રોડ પર ટ્રાફિકથી ધમધમતા એવા કોટેચા ચોક નજીક 11 વાગ્યા આસપાસ એક કાળા કલરની ફોરચ્યુર્ન કારના ચાલકે અકસ્માત સર્જી લગભગ આઠ થી નવ જેટલા વાહનોને હડફેટે લીધા હતા જેના કારણે વાહનોમાં તો નુકશાન થયું હતું પરંતુ સાથે સાથે 6 થી 7 લોકોને ઇજા પહોંચતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ અકસ્માતના કારણે એક કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને બાદમાં પોલીસે આવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી
આ સાથે અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનર કાર જીજે.18.બીજે.9999 ના ચાલકની માલવિયા નગર પોલીસે સ્થળ પરથી અટકાયત કરી હતી અને તેને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. પોલીસ પુછપરછમાં અકસ્માત સર્જનાર કારચાલકનું નામ હિરેન પ્રસાદીયા હોવાનું સામે આવ્યું છે. સ્થળ પર હાજર લોકોનો આક્ષેપ છે કે કારચાલક નશાની હાલતમાં હતો જો કે તે નશાની હાલતમાં હતો કે કેમ તે ચકાસવા પોલીસ દ્વારા મેડિકલ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ તહેવાર સમયે ટ્રાફિક સમસ્યા હળવી કરવામાં નિષ્ફ્ળ સાબિત થઇ છે. છેલ્લા 3 દિવસથી શહેરન તમામ મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે. સામાન્ય લોકો પાસેથી કરોડો રૂપિયાના દંડ વસુલ કરતી પોલીસ આવા નબીરાઓ સામે કેમ ચૂપ છે તે સૌથી મોટો સવાલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો