અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ધ્રાંગધ્રામાં માતા-પિતા અને પુત્ર-પુત્રીએ સંસારનો ત્યાગ કરી દિક્ષા લેતા શોભાયાત્રા

ધ્રાંગધ્રામાં રહેતા શેઠ પરીવારના માતા-પિતા અને યુવાન પુત્રી અને પુત્ર દ્ધારા સંસારનો ત્યાગ કરી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે તેમના દિક્ષાર્થીની શનિવારે ધ્રાંગધ્રા જૈન સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને શહેરના રાજ માર્ગો પર ફરી હતી.
ધ્રાંગધ્રામાં રહેતા અને મીઠાઈ વેપારીના શેઠ પરીવારમાં અગાઉ નવ સભ્યો દ્વારા સંસારનો ત્યાગ કરીને દીક્ષા લેવામાં આવી છે. ત્યારે આજ પરીવારના પિતા ધર્મેન્દ્રભાઈ શેઠ, માતા રેખાબેન શેઠ, પુત્રી સુષ્ઠીબેન શેઠ અને પુત્ર ઉમંગભાઈ શેઠ દ્વારા સંસારનો ત્યાગ કરીને દીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ત્યારે મુંબઈ ખાતે દિક્ષા મહોત્સવમાં ગુરૂમહારાજ પાસે દીક્ષા લશે. ત્યારે ધ્રાંગધ્રામાં પણ જૈન સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તા. 9 નવેમ્બરના રોજ ધ્રાંગધ્રા ખાતે દિક્ષાર્થીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, અને મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયાં હતા. 

ત્યારે ધ્રાંગધ્રામાં દસકા બાદ દીક્ષા એક સાથે ચાર દિક્ષાર્થીની શોભાયાત્રા કાઢવામાં આવેલી તેને લઈને જૈન સમાજના દરેક ફીરકાઓમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિક્ષાર્થીને વધાવા માટે પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સંગઠન પ્રમુખ કિરીટસિંહ જાડેજા, હિરેનભાઇ કાનાબાર, સંજયભાઈ ગોવાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો