સાળંગપુર હનુમાનજી મંદિર પાસે પાર્ક કરેલ ફોરવ્હિલ ગાડીનો કાચ તોડી અજાણ્યો ઈસમ લેપટોપની ચોરી કરી નાસી છુટ્યો હતો અમદાવાદના ગોતામા રહેતા બ્રીજેશભાઈ પ્રકાશભાઈ ઉંડવીયા (ઉ.વ.27) તા.6-11ના રોજ ફોરવ્હીલ ગાડી નં- જી.જે. 14 એએ 2075 લઈ સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શન કરવા આવ્યા હતા
તેમણે ગાડી સાળંગપુર હનુમાનજી મંદિર પાસે પ્રાથમિક શાળા પાછળ પાર્ક કરી મંદિરે દર્શન કરી પરત આવી જોતા ગાડીની જમણી બાજુનો કાચ કોઈ ઈસમ તોડી ગાડીમા રહેલ લેપટોપ જેની કિમત 70,000ની ચોરી કરી નાસી છુટ્યો હતો.
આ બનાવ અંગે બ્રીજેશભાઈએ બરવાળા પોલીસ સ્ટેશનમા અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.