અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના કમળાપુરથી યુવતીનું કારમાં અપહરણ: ત્રણ ઈસમો ઝડપાયા

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના ભાડલા નજીક કમળાપુર ગામેથી એક યુવતિનું કારમાં ત્રણ શખ્સોએ અપહરણ કરતા જીલ્લાભરની પોલીસ આ અપહયત યુવતિને શોધવા કામે લાગી છે અને જિલ્લાભરમાં નાકાબંધી કરાવવામાં આવી છે. ભાડલાની આ યુવતિના અપહરણ પાછળ પ્રેમપ્રકરણ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, આ મામલે તપાસ દરમિયાન યુવતિનું અપહરણ કરીને અમદાવાદ તરફ લઈ ગયા હોવાનું જાણવા મળતા પોલીસે અમદાવાદથી આ યુવતિને હેમખેમ છોડાવી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ જસદણના કમળાપુર ગામે રહેતા એક પરિવારની યુવતિને કારમાં આવેલા ત્રણ શખ્સો અપહરણ કરીને ઘર પાસેથી લઈ ગયા હોવાની જાણ પોલીસ કટ્રોલરૂમને કરવામાં આવતા ગ્રામ્ય ક્ટ્રોલરૂમને કરીને આ અંગે જસદણ તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. તેમજ આ બાબતે ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમને પણ મદદમાં બોલાવવામાં આવી હતી. ભાડલા નજીકના કમળાપુર ગામમાંથી યુવતિનું જે કારમાં અપહરણ થયુ હતુ તે અંગે તમામ પોલીસને જાણ કરવામાં આવતા જિલ્લાભરમાં નાકાબંધી કરાવવામાં આવી હતી. દરમિયાન આ કારમાં યુવતિનું અપહરણ કરનાર 3 શખ્સો અમદાવાદ તરફ ભાગ્યા હોવાની માહિતી મળતા મોડી રાત્રે અમદાવાદ પોલીસની મદદથી ભાડલા પોલીસે આ કારને અટકાવી યુવતિને હેમખેમ છોડાવી અમદાવાદથી 3 શખ્સોની ધરપકડ કરી છે.

પ્રાથમિક તપાસમાં આ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું ચર્ચાઇ રહયુ છે. 4 માસ પૂર્વે પણ આ યુવતિનું અપહરણ થયુ હતું અને ત્યારે યુવતિ જે યુવક સાથે ભાગી ગઇ હતી તેને પરત લાવવામાં આવી હતી અને આ મામલે પોલીસમાં પણ જાણ કરવામાં આવી હતી હવે ફરીથી આ યુવતિના અપહરણમાં આ યુવકની સંડોવણી હોવાનું સામે આવ્યુ છે ત્યારે આ મામલે ભાડલા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો