સૌરાષ્ટ્રના અનેક મહાનુભવો જોડાયા
મા ખોડલનો જયા સાક્ષાત વાસ છે એવાં કાગવડ ગામ પાસે આવેલ ખોડીયાર મંદિર (ખોડલધામ) દેશ વિદેશમાં જાણીતું બની ગયું છે થોડાં વર્ષોમાં ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર વાયુવેગે પ્રસરી ગઈ છે.
ત્યારે જસદણના બાબુભાઈ કચરાભાઈ રૂપારેલિયા અને રાજુબેન બાબુભાઈ રૂપારેલિયા સહ પરિવાર દ્વારા દીપાવલીના પાવન પર્વ અવસરે ખોડલધામ કાગવડ ખાતે ધ્વજારોહણ કાર્યક્ર્મ યોજાયો અનેકવિધ અવસરથી ગુંથાયેલા આ કાર્યક્ર્મમાં સૌરાષ્ટ્રના વિવિધ ટોચના મહાનુભવો રૂપારેલિયા સહ પરિવારને માન આપી ખાસ ઉપસ્થિત રહી ધ્વજાજી પુજન ધ્વજારોહણ શોભાયાત્રા અને પ્રસાદમાં ઉપસ્થિત રહ્યાં હતાં આ તકે અલ્પેશભાઈ રૂપારેલિયા ડો. જીજ્ઞેશભાઈ રૂપારેલિયાએ ખોડલધામના દરેક સંચાલકો અને આવનાર દરેક મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.