બોટાદમાં સગાની દિકરી સાથે બોલાચાલી કરતા યુવક પર છરી વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
બોટાદના અંબીકાનગરમા રહેતા મયુર ઘોડકીયા તા.29-10ના રોજ બોટાદ રેલવે સ્ટેશન તરફ જતા હતા તે સમયે રેલ્વે કોલોની સામે મેહુલ ચૌહાણ ઉભો હતો મયુર તેની પાસે જતા મયુરભાઈને કહેલ કે તું શું મારી વાત કરે છે.
બધાને મયુરે કહેલ કે તું શા માટે મારા સગા શૈલેશભાઈની દિકરી મિનલબેન વિશે જેમ તેમ બોલે છે જેથી મેહુલ મયુરને ગાળો દેવા લાગ્યા હતા તે સમયે રાહુલ મકવાણા આવતા મેહુલે છરી મારવા જતાં મયુરના ડાબા પગે સાથળમાં વાગી હતી.
આ અંગે મયુરે મેહુલ વિરૂધ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.