WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના ઇસાણી ટ્રાન્સપોર્ટમાં ફટાકડાંને કારણે ભયાનક આગ કરોડો રૂપિયાનું નુકશાન

જસદણમાં એસ ટી ડેપોની પાછળ આવેલ ઈસાણી ટ્રાન્સપોર્ટમાં એક ફટાકડાંથી કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું જો કે સમયસર જસદણ નગરપાલિકાનો ફાયર વિભાગ આવી જતાં વધુ મોટી નુકસાની વેઠવી પડી ન હતી અને જાનહાનિ પણ ટળી હતી 
આ અંગેની વિગત એવી છે કે ગુરૂવારે રાત્રીના ત્રણ વાગ્યાના સુમારે અચાનક કોઈ ફટાકડો ઇસાણી ટ્રાન્સપોર્ટના બંધ ગોડાઉનમાં પડતાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું
જોતજોતમાં અંદર રાખેલ બોલેરો અને આઈસર સહિત અંદર રાખેલ માલસામાન બળીને ખાક થઈ ગયો હતો જો કે જસદણ નગરપાલિકા ફાયર વિભાગ સમયસર આવી જતાં મોટી જાનહાનિ અટકી હતી.
જોકે આ આગમાં બે વાહનો સહિત કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો