નવેમ્બર માસ અડધો વિતી ગયો છે ત્યારે હવે, સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ક્રમશ: ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે અને સવાર તથા રાત્રીના ભાગે તિવ્ર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
દરમ્યાન આજરોજ નલિયામાં ઠંડીનો અસલ ચમકારો દેખાયો હતો. આજરોજ સવારે નલિયા ખાતે 14.1 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જયારે પોરબંદરમાં 15.8 અને ડીસા ખાતે 15.9 ડીગ્રી તેમજ અમરેલી અને રાજકોટ શહેરમાં 16.4 ડીગ્રી લઘુતમ તાપમાન સાથે તિવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
દરમ્યાન આજરોજ સવારે અમદાવાદ ખાતે 18.6, વડોદરામાં 17, ભાવનગરમાં 19, અને ભુજ ખાતે 18 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત સવારે દમણમાં 18.8, દિવમાં 20, દ્વારકામાં 20.9 તતા રાજયના પાટનગર ગાંધીનગર ખાતે 17.4 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
તેમજ કંડલામાં 19.4, ઓખામાં 24.6, સુરતમાં 21 અને વેરાવળ ખાતે 21.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે માત્ર ગુલાબી ઠંડી અનુભવાઈ છે.