રાજ્યનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. દર બીજા દિવસે રાજ્યમાંથી લાખો- કરોડોનું ડ્રગ્સ ઝડપાય છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં ડ્રગ્સ સરળતાથી ઉપલબ્ધ થઇ રહ્યું છે.
અમદાવાદ શહેરમાંથી ફરીથી લાખોનું ડ્રગ્સ ઝડપાયું શહેરના નારણપુરામાંથી પોલીસેે 25.68 લાખનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. નારાણપુરાની એલીફંટા સોસાયટીના 14 માળે દરોડા પાડ્યા હતા.
મળતા અહેવાલ પ્રમાણે પોલીસ ટીમને બાતમી મળી હતી કે આ ટાવરના 14મા માળના એક મકાનમાં ડ્રગ્સ છે.બાતમીના આધારે ટીમે દરોડા પાડ્યા હતા. અનેે જીગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256 ગ્રામ 860 મિલિગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. કુલ 7 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.