મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ મંત્રીમંડળના સભ્યો આજે હાલમાં રીલીઝ થયેલી ધ સાબરમતી રીપોર્ટ ફિલ્મ જોવા જશે અને સીટી ગોલ્ડ થિયેટરમાં ખાસ શો યોજવામા ંઆવ્યો છે અને આ શો સમયે મુખ્યમંત્રી અભિનેતા જીતેન્દ્ર અને તેની નિર્માતા નિર્દેશક પુત્રી એકતા કપુરને પણ મળશે.
આ ફિલ્મને મધ્યપ્રદેશ અને છતીસગઢમાં ટેકસ ફ્રી કરવામાં આવી છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આજે ગુજરાતમાં આ ફિલ્મને ટેકસ ફ્રી કરવા જાહેરાત કરે તેવી શકયતા છે.
વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ફિલ્મની ભરપુર પ્રશંસા કરી છે. સાબરમતી ટ્રેનને સળગાવવાની ઘટના આસપાસ નિર્માણ કરવામાં આવેલી આ ફિલ્મ સમગ્ર ષડયંત્રને બહાર લાવે છે અને પ્રથમ વખત ફિલ્મ બનાવવાની હિંમત કરવામાં આવી છે.