બેન્કો દ્વારા તેના ગ્રાહકોના સેવીંગ્ઝ સહિતના ખાતાઓમાં કેવાયસી (નો યોર કસ્ટમર)ની પ્રક્રિયામાં અનેક વખત કેવાયસી ન કરનાર ગ્રાહકના બેન્ક ખાતા ફ્રીઝ કરે છે પરંતુ રીઝર્વ બેન્કે આ મુદ્દે તમામ બેન્કોને એક આદેશમાં કેવાયસીનું પાલન કરવામાં વિલંબ થયો હોય તો પણ ગ્રાહકના બેન્ક ખાતા ફ્રીઝ ન કરવા સુચના આપી છે.
આરબીઆઇના ડેપ્યુટી ગર્વનર સ્વામીનાથ અને ખાનગી બેન્કોના ડીરેક્ટરોના સંમેલનમાં જણાવ્યું હતું કે, બેન્કો કેવાયસીની પ્રક્રિયા ઝડપી પારદર્શક રાખી શકે છે. સમયાંતરે ગ્રાહક કેવાયસી કરાવે તે પણ જરુરી છે પરંતુ ફકત કેવાયસીના અભાવે ગ્રાહકોના ખાતાને ડોરમેટ અથવા ફ્રીઝ કરવા જોઇએ નહીં.
આ કારણોથી ગ્રાહકની મુશ્કેલીઓ વધે છે અનેક વખત સરકારી લાભના નાણાં ગ્રાહકના ખાતામાં જમા થયા પછી તેનો યોગ્ય સમયે ઉપયોગ કરી શકતા નથી અને ગ્રાહકોને બિનજરુરી મુશ્કેલી પડે છે તેથી કેવાયસીના કારણે જ ખાતા ફ્રીઝ કરવાના બદલે ગ્રાહકને કેવાયસી કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ.