WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

યુવાનોને લાગી કોપી પેસ્ટની લત: આ વ્યસનથી બૌદ્ધિક - તાર્કિક ક્ષમતાને અસર

આધુનિક ટેકનોલોજીએ લોકોમાં કામનો બોજો હળવો કરી નાખ્યો છે પણ સાથે સાથે તેમની બૌદ્ધિક અને તાર્કીક ક્ષમતાને પણ ખરાબ અસર પડી છે. આજના મોબાઈલના અને કોમ્પ્યુટર યુગમાં લોકોની મોબાઈલ-કોમ્પ્યુટર નિર્ભરતા ઘણી વધી ગઈ છે.
એક નવા સર્વેના રિપોર્ટનો દાવો છે કે ઉતરાખંડના યુવાનો કોપીપેસ્ટના મામલે ઉતરપ્રદેશના અને બિહારથી પણ આગળ છે. ડેટા સૂચનાઓ અને દસ્તાવેજોને મોબાઈલ કે કોમ્પ્યુટરથી કોપી પેસ્ટ કરવામાં ઉતરાખંડના યુવાનોએ કૌશલ (સ્કીલ) મેળવ્યું છે.

વ્યાપક વાર્ષિક મોડયુલર સર્વેક્ષણના ઓકટોબર 2024ના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઉતરાખંડનો યુવાવર્ગ મોબાઈલ કે કોમ્પ્યુટરમાંથી જરૂરિયાતની વસ્તુઓ કોપીપેસ્ટ કરે છે. આથી યુવાનોમાં તાર્કીક અને બૌદ્ધિક રીતે વિકસીત થવામાં સમય લાગે છે. કારણ કે કોપી પેસ્ટમાં માહેર યુવા વર્ગો બેઝીક જ્ઞાનની બાબતોથી થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ ઉતરાખંડમાં 66 ટકા યુવાનો કોપીપેસ્ટ કરે છે. જયારે ઉતરપ્રદેશમાં 56 ટકા અને બિહારમાં 60 ટકા યુવાનોને કોપીપેસ્ટની લત લાગી છે.

 

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો