હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટના આંગણે ગત રવિવારથી મોરારીબાપુની રામકથાનો પ્રારંભ થતાં દેશ વિદેશના સંખ્યાબંધ ભાવિકોની સાથે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતભરના અનેક ગામોના ભાવિકોથી રેસકોર્સ સ્થિત કથાના સ્થળ અયોધ્યાપુરમના કથાના મંડપો મોટી ઉમરના અને યુવા વર્ગના ભાઈ બહેનોથી છલોછલ ભરાઈ જાય છે છે સોમવારે રામકથા નો ત્રીજો દીવસ છે
હાલ લગ્નસરા અને ખેતીની વ્યસ્તતા વચ્ચે પણ ભાવિકો ઉમટી પડી રહ્યાં છે ત્યારે રામકથા અંગે દાઉદી વ્હોરા સમાજનામહીલા અગ્રણી અને સમાજસેવિકા દુરૈયાબેન એસ મુસાણીએ જણાવ્યું હતું કે છેલ્લાં બે દિવસથી આ રામકથામાં જે દાનવીરો લાખો અને કરોડો રૂપિયાના દાન વૃદ્ધાશ્રમને આપી રહ્યાં છે .
ત્યારે માનવતા મહેંકી રહી છે આજે પોતાના પરિવારજનોને કોઈ સરખી રીતે રાખતાં નથી ત્યારે કોઈપણ જાતિ જ્ઞાતિ ના ભેદભાવ વિના વૃદ્ધોની સાર સંભાળ રાખતું સદ્દભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયા અને તેમની ટીમના તમામ લોકોને દિલ થી દિલના ઊંડાણથી અભિનંદન આપું છું છેલ્લે દુરૈયાબેનએ જણાવ્યું હતું કે દરેક સમાજમાંથી આવા પાંચ જો ભડવીરો જાગે તો એક પણ સમાજનાં વૃદ્ધો ગરીબ લોકોને દર દર ભટકવાનો સમય ન આવે તે ચોક્કસ છે આ તકે માનવતાની આ સરવાણીમાં પૂજ્ય મોરારીબાપુ સહીત આ ભગીરથ કાર્યમાં તમામ શામેલ લોકોને પણ સલામ!
Tags:
News