અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

Instagram Reel બનાવીને કમાઈ શકો છો 1,50,000 રૂપિયા, બસ આટલું કરો

આજકાલ યુવાનોમાં રીલ્સ બનાવવાનું ખૂબ જ ચલણ છે. મેટ્રોથી લઈને ટ્રેન સુધી, પહાડોથી લઈને સ્કૂલ સુધી ઘણા બધા યુઝર્સ રીલ્સ બનાવતા રહે છે. 
કન્ટેન્ટ ક્રિએટર્સ ક્રિએટિવિટી ર્શાવવા માટે રેલવે સ્ટેશન અને ટ્રેનનો પણ યુઝ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણીવાર એવા પણ કિસ્સા સામે આવ્યા છે, જેમાં યુઝર્સ રીલ્સ બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે. પરંતુ હવે કન્ટેન્ટ ક્રિએટર્સે આવી રીલ્સ છુપાઈને નહીં બનાવવી પડે. 

તમે કોઈ પણ ડર વગર રીલ બનાવી શકો છો. હવે રેલવે પોતે જ તમને ટ્રેન અને સ્ટેશન પર શોર્ટ વીડિયો બનાવવાની તક આપી રહ્યું છે. જેના માટે તમને 1.50 લાખ રૂપિયાનું ઈનામ પણ મળશે.

નમો ભારત શોર્ટ ફિલ્મ મેકિંગ કોમ્પિટિશન
ભારત સરકાર દ્વારા નમો ભારત શોર્ટ ફિલ્મ મેકિંગ કોમ્પિટિશન શરૂ કરવામાં આવી છે. જેમાં તમે પણ ભાગ લઈ શકો છો. 

આ કોમ્પિટિશનની જાહેરાત નેશનલ કેપિલટ રીજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે NCRTC દ્વારા કરાઈ છે. સૌથી સારી વાત એ છે કે આ શોર્ટ ફિલ્મ માટે વીડિયોની સ્ટોરી શું હશે, તે તમે જાતે જ નક્કી કરી શકો છો. 

બસ આ સ્પર્ધામાં ભાગ લેવાની કેટલીક શરતો છે, જે તમારે ધ્યાન રાખવાની છે. આ વીડિયોમાં તમારે માત્ર RRTS સ્ટેશન અને નમો ભારત ટ્રેનને ક્રિએટિવ રીતે દર્શાવવાની છે.

જાણો નિયમો અને શરતો
ક્રિએટર્સે આ શોર્ટ વીડિયો શૂટ કરવા માટે સ્ટેશન અને નમો ભારત ટ્રેનનો યુઝ કરવા માટે કોઈ પૈસા નહીં ચૂકવવા પડે. એટલું જ નહીં તમે હિન્દી અને ઈંગ્લિશ એમ બંને ભાષામાં આ ફિલ્મ બનાવી શકો છો. 
તમારી ફિલ્મની સાઈઝ 1080 પિક્સલમાં હોવી જોઈએ અને તેનું ફોર્મેટ MP4 કે પછી MOV હોવું જરૂરી છે. તમારે રીલની ક્વોલિટી સાથે કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઈઝ નથી કરવાનો.

થશે લાખોની કમાણી
હવે આવે છે મુદ્દાની વાત, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો, કે આ રીલ બનાવવાના પૈસા કેવી રીતે અને કેટલા મળશે ? જો તમારી શોર્ટ ફિલ્મ બધા કરતા અલગ છે, અને તે બધાને પસંદ આવે છે, તો તમારો વીડિયો સિલેક્ટ થઈ જશે. 
આ કોમ્પિટિશન જીતનાર ટોપ 3 વિનર્સને કૅશ પ્રાઈઝ મળશે. જેમાં સૌથી પહેલા નંબર પર જીતનાર વ્યક્તિને 1,50,000 રૂપિયા, બીજા નંબરના વિનરને 1,00,000 રૂપિયા અને ત્રીજા નંબર પર આવનાર વ્યક્તિને 50,000 રૂપિયાની પ્રાઈઝ મળશે. આ વીડિયો તમારે 20 ડિસેમ્બર પહેલા સબમિટ કરવાનો છે.

આ રીતે કરો અરજી
તમે ઈમેઈલ દ્વારા આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો. આના માટે તમારે pr@ncrtc.in પર મેઈલ કરવાનો છે, જેના સબ્જેક્ટમાં તમારે "Namo Bharat Short Film Making Competition Application” લખવાનું છે. સાથે જ આ મેઈલમાં તમારું આખું નામ, 100 શબ્દોમાં તમારી સ્ટોરીની સ્ક્રિપ્ટ, વીડિયોની લંબાઈ લખવાનું ન ભૂલતા.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો