અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

Ration Card E-KYC: ઘરે બેઠા રાશનકાર્ડ ઈ-કેવાયસી કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી

Ration Card E-KYC : રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ- કેવાયસી ઘરે બેઠા સરળતાથી કરી શકાય છે. ઘણા લોકો ઈ- કેવાયસી કરાવવા માટે ધક્કા ખાતા હોય છે. પરંતુ ઈ- કેવાયસી તમે તમારા મોબાઇલ દ્વારા સરળતાથી કરી શકો છો. ઈ- કેવાયસી કેવી રીતે કરી શકાય તે જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

Ration Card E-KYC: ઘરે બેઠા રાશનકાર્ડ ઈ-કેવાયસી કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી
Ration Card E-KYC: ઘરે બેઠા રાશનકાર્ડ ઈ-કેવાયસી કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી

રાશનકાર્ડ સાથે આધાર કાર્ડ ઈ- કેવાયસી કરતી વખતે ઘણી વખત error જોવા મળે છે. આ દરમિયાન થોડીવાર પછી ફરી વખત ઈ- કેવાયસી કરવાનો પ્રયત્ન કરવો. ઘણી વાર ઈ- કેવાયસી કરતી વખતે ઓટીપી મોબાઇલમાં આવતો નથી, તો ઈ- કેવાયસી કરતા પહેલા ચેક કરી લેવું કે આધાર કાર્ડ સાથે જૂનો મોબાઇલ નંબર લિંક છે કે નહીં. જો આધાર કાર્ડ સાથે જૂનો નંબર અથવા બંધ નંબર લિંક હોય તો ઓટીપી મેળવવામાં મુશ્કેલ થઈ શકે છે. તેથી આધાર કાર્ડમાં ચાલુ મોબાઈલ નંબર લિંક કરાવવો જરૂરી છે.

Ration Card E-KYC કઈ રીતે કરવું?

રાશનકાર્ડ ઈ- કેવાયસી કરવા માટે સૌ પ્રથમ my Ration app ડાઉનલોડ કરો. આ એપ્લિકેશનમાં તમને ઘણી બધી સેવાઓ મળશે. હજી સુધી ઘણા ગ્રાહકોને આ એપ્લિકેશન વિશે માહિતી નથી.

Ration Card E-KYC કઈ રીતે કરવું?


my Ration app દ્વારા ગ્રાહકોને મળવા પાત્ર જથ્થો તેમજ રસીદ પણ જોવા મળે છે. તેમજ રાશનકાર્ડ ને લગતી વિવિધ સેવાઓ જેમકે આધાર અને મોબાઈલની સ્થિતિ, જાહેર વિતરણ વ્યવસ્થા, આધાર ઈ-કેવાયસી, અનલિંક મોબાઈલ, અનલિંક આધાર વિવિધ સેવાઓ આ એપ્લિકેશન દ્વારા તમે તમારા મોબાઈલમાં જોઈ શકો છો.

Ration card E-KYC કરવા માટેના પગલાં:

  • સૌપ્રથમ Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો.
  • જેના નામનું રાશનકાર્ડ છે તેમનો મોબાઈલ નંબર દાખલ કરો, ત્યારબાદ ઓટીપી આવશે, તે દાખલ કરો અને વેરીફાય કરો.
  • પ્રોફાઇલમાં જઈને પાસવર્ડ સેટ કરો, ત્યારબાદ રાશનકાર્ડ સાથે લીંક કરો.
  • હોમ પેજ પર જઈને આધાર E-KYC ઓપ્શન પસંદ કરો.
  • નવો વિન્ડો ઓપન થશે, જેમાં આધાર ફેસ રીડરની લીંક આપેલી હશે.
  • આધાર ફેસ રીડર એપ્લિકેશન Google Play Store માંથી ડાઉનલોડ કરો.
  • એપ્લિકેશનને લોગિન કરો અને તમારા આધારની વિગતો મેળવો.
  • એપ્લિકેશન ફેસ રીડિંગ માટે તમારા ચહેરાનો ફોટો લેશે. જો ચહેરો સારી રીતે કેમેરામાં આવે, તો નોંધણી પૂર્ણ થશે.
  • આગળ વધતા જાઓ અને સબમિટ કરો. હવે તમારું E-KYC સફળતાપૂર્વક થાઈ જશે.

આમ તમારું રાશનકાર્ડ E-KYC સક્સેસફૂલ થઈ જશે.

વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો