આજ રોજ 23 ડિસેમ્બર ના દિવસે દહીસરા મુકામે જસદણ તાલુકા કક્ષાનો ખેડૂત સંમેલન 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું.
જે આયોજનના ભાગરૂપે આજુબાજુના તમામ ગામના પ્રગતિશીલ ખેડૂતો ગ્રામસેવકો ફોરેસ્ટ વિભાગ પર્યાવરણ વિભાગ મનરેગા વિભાગ દહીસરા ગ્રામ પંચાયત સાવારાજ સંસ્થા અને રિલાયન્સ ફાઉન્ડેશન સખી મંડળની બહેનો આગાખાન સંસ્થાના ખેડૂતો
તમામ વિભાગ સાથે જોડાયેલા પદાધિકારીઓ કોંગ્રેસમાંથી પધારેલ જિલ્લા પંચાયતના સદસ્ય મનસુખભાઈ સાકરીયા ભોળાભાઈ ગોહિલ અવસર ભાઈ નાકિયા તેમજ તેમની ટીમ મેહમાન તરીકે ઉપસ્થિત રહી હતી.
વાત કરીએ તો દઈસરા ગામે મહાકાળાના માતાજીના મંદિરે આશરે બે એકર જમીનમાં બે હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું હતું જે પર્યાવરણ બાબતે દહીસર ગ્રામ પંચાયતની સારી એવી બાબત કહેવાય આ આ પ્લાન્ટેશનની વિવિધ ગામના ખેડૂતો અધિકારીઓ અને મહેમાનોએ મુલાકાત લીધી હતી
ખેડૂત સંમેલન 2024 નું આયોજન
સાવારાજ સંસ્થા
રિલાયન્સ ફાઉન્ડેશન
દહીંસરા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું
સમગ્ર કાર્યક્રમ રૂપરેખા અને મેનેજમેન્ટ દહીસરા ગામના vce તરીકે ફરજ બજાવતા મેટાળીયા માણસુર દ્વારા કરવામાં આવ્યું હતું
જે તકે દહિંસરા ગ્રામ પંચાયત આ કાર્યક્રમમાં પધારેલા તમામ વિભાગના પદાધિકારીઓ મહેમાનો અને ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર માને છે
Tags:
News