હવે કોલિંગ માટે ઇન્ટરનેટ ડેટા પેક ફરજિયાત નહીં લેવું પડે:30 કરોડ યૂઝર્સને મોંઘાં ડેટાપેક રિચાર્જમાંથી રાહત મળશે, કંપનીઓ લાવી રહી છે ખાસ પેકેજ
ટેલિકોમ કંપનીઓએ હવે તેમના યુઝર્સને વોઈસ + SMS પેકનો અલગ વિકલ્પ આપવો પડશે. કારણ કે ઘણા યુઝર્સ ફોનનો ઉપયોગ માત્ર કોલિંગ માટે જ કરે છે. પરંતુ તેઓએ હાલના ડેટા પેક સાથે કોલિંગ+SMS માટે રિચાર્જ કરવું પડશે, જે ખૂબ ખર્ચાળ છે.
ઘણા યુઝર્સ બે સિમનો ઉપયોગ કરે છે, એક કૉલિંગ માટે અને બીજું ઇન્ટરનેટ માટે, પરંતુ તેમને બંને માટે રિચાર્જ કરવું પડે છે. આવી સ્થિતિમાં સરકાર આ માટે નવી માર્ગદર્શિકા લાવવાની તૈયારી કરી રહી છે. દેશના લગભગ 30 કરોડ યુઝર્સને તેનો સીધો લાભ મળી શકે છે. CNBCએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.
Jio-Airtel-VI એ રિચાર્જ 25% મોંઘું બનાવ્યું
દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ - વોડાફોન-આઈડિયા, જિયો અને એરટેલે આ વર્ષે 3 અને 4 જુલાઈથી રિચાર્જના ભાવમાં 25%નો વધારો કર્યો છે. ત્યારપછી Jioના 239 રૂપિયાના પ્લાનની કિંમત 299 રૂપિયા થઈ ગઈ અને Airtelનો સૌથી વધુ ઇકોનોમી રિચાર્જ પ્લાન 179 રૂપિયાનો હવે 199 રૂપિયાનો થઈ ગયો, ત્યાર બાદ ડેટા વગર પેક આપવાની માગ વધવા લાગી.
ટેલિકોમ કંપનીઓને સ્પામ કોલ રોકવામાં નિષ્ફળ રહેવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈએ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા (VI) અને BSNL પર સ્પામ કોલ્સ અને મેસેજિસ રોકવામાં નિષ્ફળ રહેવા બદલ દંડ ફટકાર્યો છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.
ચાર મોટી કંપનીઓ ઉપરાંત ટ્રાઈએ ઘણી નાના ટેલિકોમ ઓપરેટર્સ પર પણ દંડ લગાવ્યો છે. TRAI એ ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન્સ (TCCCPR) હેઠળ તમામ કંપનીઓ પર આ દંડ લગાવ્યો છે. તાજેતરના રાઉન્ડમાં, TRAI એ તમામ કંપનીઓ પર કુલ ₹12 કરોડનો દંડ ફટકાર્યો છે.
ટેલિકોમ કંપનીઓ પર કુલ ₹141 કરોડનો દંડ
અગાઉના દંડ સહિત, ટેલિકોમ કંપનીઓ પરનો કુલ દંડ ₹141 કરોડ છે. જોકે, કંપનીઓએ હજુ સુધી આ રકમ ચૂકવી નથી. TRAI એ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) ને કંપનીઓની બેંક ગેરંટી એનકેશ કરીને નાણાં વસૂલવા વિનંતી કરી છે, પરંતુ આ અંગે DoTનો નિર્ણય હજુ બાકી છે.