જામનગરમાં વ્હોરા સમાજમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને હેમોગ્લોબીન કેમ્પ સંપન્ન
૬૦૦ લોકોએ કેમ્પનો લાભ લીધો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જામનગર મઝારે બદરીના પંટાગણમાં બી ટી સવાણી અને કુંડારિયા રિચર્સ ફાઉન્ડેશનના સહયોગથી ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને હેમોગ્લોબિનનો એક કેમ્પ વિના મૂલ્યે યોજવામાં આવ્યો હતો જેમાં જુદાં જુદાં ૬૦૦ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી
કેમ્પ થકી અનેકને રાહત મળી હતી કેમ્પ અંતર્ગત ફખરુંદ્દીનભાઈ સાયકલવાળા અને જામનગરના ડો. સકીનાબેન મકાતી અને ઉંમરેસહેતના બહેનોએ અથાક જહેમત ઉઠાવી હતી અત્રે નોંધનીય છે કે રાજકોટના દાઉદી વ્હોરા સમાજના અગ્રણી ફખરુંદ્દીનભાઈ સાયકલવાળા વર્ષોથી સેવાનું કાર્ય કરે છે.
તેઓના કારણે અનેક મેડિકલ સંસ્થા દ્વારા અનેક જુદાં જુદાં કેમ્પો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં સંપન્ન થયાં છે જેમાં હજજારો જરૂિયાતમંદોને લાભ મળ્યો છે.
👇🏻👇🏻👇🏻