બોટાદ જિલ્લા પુરવઠા શાખા દ્વારા જસદણ રોડ ઉપર આવેલી હોટલ વીર વચ્છરાજ ખાતે અનધિકૃત બાયોડિઝલનો 9000 લિટર જેટલો જથ્થો સીઝ કર્યો હતો.
આ બનાવ અંગે મળતી માહીતી મુજબ તા.15-12-2024નાં રાત્રીનાં સમય દરમિયાન જસદણ રોડ ઉપર આવેલી વીર વચ્છરાજ હોટલ ખાતેથી અનધિકૃત રીતે સંગ્રહિત કરેલો બાયોડિઝલનો 9000 લિટર જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે બોટાદ જિલ્લા પુરવઠા શાખા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.