WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટમાં વધુ એક હત્યા:કોઠારીયા રોડ પર સરાજાહેર છરીના બે ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારાયો.

રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના કોઠારીયા મેન રોડ પર નીલકંઠ સિનેમા નજીક 27 વર્ષીય યુવાનની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે હાલ બનાવ અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધવા તેમજ આરોપીને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં બે દિવસ પૂર્વે થયેલ બોલાચાલી હત્યાનું કારણ બની હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.
છરીના બે ઘા ઝીંકી હત્યા નિપજાવી
રાજકોટ શહેરમાં શનિવારે રાત્રીના સમયે 10 વાગ્યા આસપાસ એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં શહેરના કોઠાતીયા રોડ પર નીલકંઠ સિનેમા પાસે હર્મિશ ગજેરા નામના 27 વર્ષીય યુવાનની દોલતસિંહ નામના શખ્સ દ્વારા જાહેરમાં મેઈન રોડ પર સરાજાહેર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. બનાવ અંગે જાણ થતા રાજકોટ ભક્તિનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
હત્યાનું કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ
હત્યાના બનાવ અંગે મુખ્ય કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને આરોપી વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થતા ઉશ્કેરાઈને છરીના ઘા ઝીકી યુવકનું હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ રાજકોટ ભક્તિનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને LCB સહિતની ટિમો દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીને ઝડપી પાડવા માટે ચકારો ગતિમાન કર્યા છે.

મેઈન રોડ પર સરાજાહેર હત્યા નિપજાવવામાં આવી
ઉલ્લેખનીય છે કે રાજકોટનો કોઠારીયા મેઈન રોડ ગીચ વિસ્તાર છે અહીંયા મેઈન રોડ પર રાત્રીના 12 વાગ્યા સુધી મોટી સંખ્યામાં લોકોની અવરજવર શરૂ રહેતી હોય છે અને ઘટના સ્થળથી ભક્તિનગર પોલીસ સ્ટેશન પણ તદ્દન નજીક આવેલ છે પરંતુ આમ છતાં આરોપીએ રોષે ભરાઈને મૃતક યુવાન પર જીવલેણ હુમલો કરતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા બાદ ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા એકત્રિત થઇ ગયા હતા અને મેઈન રોડ પર ટ્રાફિક જામ થઇ જતા પોલીસે ટોળાને વિખેરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો