બોટાદના અનિલભાઈ રમેશભાઈ ભીલ ઉંમર વર્ષ 20ના પિતા રમેશભાઈ અને તેના ફુવા ઉકેડભાઈ તેમનું મોટરસાયકલ રજી.નંબર જીજે 06 ઈજી 9041નું લઈને મોટાઝીંઝાવદરથી પાટીગામ જવા નીકળ્યા હતા.પાટીગામ પહેલાં આવેલા વળાંકમાં મોટરસાયકલનું કાબૂ ગુમાવી દેતાં બાજુની વાડીના કાંટાવાળા તાર ફેન્સીંગના થાંભલા સાથે જોરદાર ટક્કર મારતા થાંભલો તોડી નાખી તેની આગળ લોખંડના થાંભલા સાથે અથડાતા રમેશભાઈ ભીલ અને ઉકેડભાઈ અશોકભાઈ ભીલને શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
બોટાદના પાટી ગામ પાસે થાંભલા સાથે બાઇક અથડાતાં સાળા-બનેવીનું મોત
byDhaval Rathod
•
0