જસદણ નગરપાલિકા પાણી હોવાં છતાં નિયમિત પાણી આપતું નથી: જયેશ કલ્યાણી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં એકાંતરે પાણી અપાતું હોવાં છતાં નગરપાલિકા કયારેક પાણીના વારામાં ગુટલી મારી જતું હોવાથી લોકોને એકાંતરા પાણી પાણી મળતું નથી એવો આક્ષેપ જસદણના વૉર્ડ નંબર ચારના સામાજિક કાર્યકર જયેશભાઈ હિંમતભાઈ કલ્યાણીએ કર્યો છે એમણે જણાવ્યું હતું કે જસદણ નગરપાલિકા લાંબા સમયથી એકાંતરા પાણી વિતરણ કરે છે પણ હાલ પુરતું પાણી અને શિયાળો હોવા છતાં ક્યારેક પાણીના વારા ટપાડી દેતા લોકોને દર ત્રીજા દિવસે પાણી મળે છે કોઈને કોઈ બહાના હેઠળ પ્રજાજનોને કાયમી ધોરણે મામા બનાવતી નગરપાલિકા એક તો કેટલાંક વિસ્તારોમાં વહેલી સવારે ચાર વાગ્યે પાણી આપે છે તે પણ અયોગ્ય છે હાલ સખત ઠંડીનો માહોલ છે ત્યારે પાલિકાએ પાણીના વિતરણનો પ્રારંભ સવારના છ વાગ્યાથી કરવો જોઈએ કેટલાંય વિસ્તારોમાં લોકો સુતા હોય છે ત્યારે પાણીનું વિતરણ થાય છે એકાંતરા પાણી મોટે ભાગે નિયમિત આવતું નથી ત્યારે જસદણ નગરપાલિકાએ નાગરિકોને શુદ્ધ નિયમિત અને એકાંતરા પાણી આપવું જોઈએ એમ અંતમાં જયેશભાઈએ જણાવ્યું હતું.