હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં એક ઉધોગપતિ પરિવારએ પોતાની સુપુત્રીના જન્મદિનની ઉજવણી એક અનોખી રીતે કરી જે થકી અનેક ગરીબોને કડકડતી ઠંડીમાં હુંફ મળી હતી હાલ શિયાળામાં કડકડતી ઠંડી ઘણાં દિવસોથી પડી રહી છે.
ત્યારે આ ઠંડી વચ્ચે આજે જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડના સુપુત્રી પલકબેનનો જન્મદિન હોય તે પૂર્વે આ અંગે વિજયભાઈ રાઠોડ અને તેમની ટીમએ જે ગરીબ લોકો ઠંડીનો સામનો કરી શકે એ માટે ગરમ ધાબળાનું દાન કર્યુ હતું.
જસદણ પંથકમાં પેઢીઓથી સદ્દકાર્ય કરતાં રાઠોડ પરિવારએ એક ખરાં અર્થમાં જન્મદિનની અનોખી ઉજવણી કરી અનેક ગરીબ પરિવારોને હુંફ આપવાનું ભગીરથ કાર્ય કર્યુ હતું આ અંગે વિજયભાઈએ જણાવ્યું હતું કે અમે તો જન્મદિન ભભકાદાર મનાવી શકતાં હતાં પણ પણ ઠંડીમાં ધ્રુજતા અંગને ઢાંકવું એ મોટું પુણ્યકાર્ય છે એવો વિચાર ઝબક્તા અમે અનેક જરૂિયાતમંદ લોકો સુધી ધાબળા પહોંચાડ્યા હતા.