હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના પૂજ્ય સંત શ્રી હરિરામબાપાની આજે શનિવારે દશમી પુણ્યતિથિ હોય તે સમયે આ પંથકમા રામનામની આહલેક જાગી છે.
ત્યારે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ યુવા આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયા સહિતનાં આગેવાનોએ પૂ. હરિરામ બાપાને નત મસ્તકે સાદર વંદન પાઠવી જણાવ્યું હતું કે આજે સાદગીપ્રિય એક ખરાં અર્થમાં સંતત્વ કહી શકાય એવાં બાપા થકી માત્ર જસદણ નહી પણ સૌરાષ્ટ્ર ગુજરાત અને રાજ્ય બહાર પણ રામનામની આહલેક સાથે અનેક ભુખ્યાજનોને તે પણ કોઈ પણ નાતજાતના વાડા રાખ્યાં વગર ભોજન મળી રહ્યું છે
તે આજના ફાસ્ટયુગમાં અજાયબી ગણાય! વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે પૈસાદાર લોકોનાં ઘરોમાં પાંચ મહેમાનો જો આવવાનાં હોય તો પણ ઘરના રૂટિન કાર્યોમાં ફેરફાર થઈ જાય છે.
પણ પૂ.હરિરામબાપાના આશીર્વાદથી અનેક ભોજનાલયમાં હજજારો ગરીબો અને જરૂિયાતમંદોને બે ટંકનો રોટલો મળી રહ્યો છે આવાં મહાન સંત શ્રી હરિરામબાપાને આજે અમો આંસુની અંજલી સાથે કોટી કોટી વંદન પાઠવીએ છીએ.