હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના સામાજીક અને ખેડુત આગેવાન હાલ દયાળજીપાર્ક કતારગામ સુરત મુકામે રહેતા અરુણભાઈ ગોકળભાઈ હીરપરા (મો.9825049168) અને શ્રીમતી ગીતાબેન અરુણભાઈ હીરપરાના સુપુત્ર યશદીપભાઈના લગ્ન કાળાસર નિવાસી હાલ જસદણ ઈશ્વરભાઈ રામાણી ભાવનાબેન રામાણીના સુપુત્રી કવિતાના શુભ લગ્ન તા.૭ ડિસેમ્બર ૨૦૨૪ ને શનિવારના રોજ જસદણ ખાતે નિર્ધારેલ છે.
આ લગ્ન અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે લગ્નમાં સાંજીના ગીતો દાંડિયા રાસોત્સવ, મંડપારોપણ, વાનવા જેવાં અનેક પ્રસંગોથી સુશોભિત થશે આ માટે સ્નેહી મિત્રો પરિચિતો સગાસબંધીઓને હીરપરા પરિવારએ નિમંત્રણ પાઠવી દીધું છે.