WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ગેરકાયદેસર બંદૂક સાથે આધેડ ઝડપાયો:સાયલાના ધારાડુગરી ગામની સીમમાથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની મજલલોડ બંદુક સાથે એક ઇસમ ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ધારાડુગરી ગામની સીમમાથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની મજલલોડ સીગલ બેરલ બંદુક સાથે એક ઇસમ ઝડપાયો હતો. જેમાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ઈસમને રૂ. 5,000ની કિંમતની ગેરકાયદે બંદૂક સાથે દબોચી લઇ કાર્યવાહી હાથ ઘરી છે.
સુરેન્દ્રનગર એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય.પઠાણએ એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરી જિલ્લા વિસ્તારમા સતત પેટ્રોલિંગ ફરી ગેરકાયદેસર હથીયારો શોધી કાઢવા માટે સુચના તેમજ માર્ગદર્શન આપતા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફની ટીમો દ્વારા સાયલા પો.સ્ટે. વિસ્તારના ધારાડુગરી ગામથી સીમમા જાહેરમાથી હમીરભાઇ અમરશીભાઇ બોહકીયા જાતે યુ.કોળી ઉ.વ.60, ધંધો-ખેતી રહે-ગામ ધારાડુગરી તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળા)ને એક દેશી હાથ બનાવટની મજલલોડ બંદુક કિ.રૂા.5,000ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર ઇસમ વિરુધ્ધમા સાયલા પો.સ્ટે. હથીયાર ધારા મુજબ ગુનો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

સુરેન્દ્રનગર એલ.સી.બી.ના આ દરોડામાં પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા પો.સબ.ઇન્સ. જે.વાય.પઠાણ તથા પ્રવિણભાઇ એ. કોલા તથા કુલદીપભાઇ બોરીયા તથા વજાભાઇ સાનીયા સહીતની ટીમ દ્વારા ગેરકાયદે હથીયાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો