ગુજરાતભરમાં થર્ટી ફર્સ્ટ મનાવવા મોટાપાયે ગુજરાતમાં અન્ય રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો બુટલેગરો મંગાવતા હોય છે. જિલ્લામાં એસપી ગિરિશકુમાર પંડ્યા દ્વારા જિલ્લાના સમગ્ર પોલીસ સ્ટેશન ખાતે ડ્રાઈવ ચલાવાઈ રહી છે.
ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા પીઆઈ આઈ.બી. વલવી અને પીએસઆઇ હર્ષવર્ધનસિંહ ગોહિલ, બી.એન. દીવાન, દિલીપસિંહ ડોડીયા, ધનરાજસિંહ વાઘેલા, છગનભાઈ ગમારા, સરદારસિંહ બારડ વગેરે દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું હતું.
આ સમયે રાજસ્થાન પાસિંગ ટ્રક શંકાસ્પદ રીતે પસાર થતા તેને રોકાવી ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની નાની બોટલો 59,712 તેની કિંમત 59,71,200 અને ટ્રકની કિંમત પાંચ લાખ મળી કુલ 64,73,470નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.