સૌરાષ્ટ્રના ગામેગામમાં પણ પણ વ્હોરા બિરાદરો ગર્વભેર યાદ કરશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જામનગરમાં ઈસ્વીસન ૧૬૭૬માં મદફન થયેલા વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ૩૪માં દાઈ સૈયદના ઈસ્માઈલ બદરુદ્દીન (મોટાબાવા) સાહેબનો આજે સોમવારે ઉર્ષ મુબારક હોય તે સંદર્ભે જામનગરમાં બહોળી સંખ્યામાં વ્હોરા બિરાદરો ઉમટી પડી આંસુની અંજલિ અર્પણ કરશે.
આજે સાંજથી આ ઉર્ષનો પ્રારંભ થશે અને કાલે મંગળવારે બપોરે આ ઉર્ષની પૂર્ણાહૂતિ થશે જેમાં હજારો વ્હોરા ભાઈ બહેનો અને બાળકો જામનગર હજીરા પર જઈ મોટાં બાવાને માથું ટેકવશે.
આ અંગે જામનગર દાઉદી વ્હોરા સમાજના સેવાભાવી આગેવાનોએ તન મન અને ધનથી સેવા આપી આ ઉર્ષ મુબારક અવસરે પધારનાર તમામ મહેમાનોને માટે પાણી થી લઈ આરોગ્ય સુધીની વ્યવસ્થા ગોઠવી છે
આજીવન અલ્લાહની બંદગી અને લોકોની સેવામાં પોતાનું જીવન અર્પણ કરનારા મોટાબાવાના ઉર્ષ સંદર્ભે સૌરાષ્ટ્રના જ્યાં વ્હોરા સમુદાયનો વસવાટ હોય તે દરેક ગામોમાં પણ આ ઉર્ષ નિમિતે મજલીસ, ન્યાઝ અને કુરાનખ્વાની સહિતનાં કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે.
આ ઉર્ષ મુબારકને લઈ જામનગરમાં હાલ વ્હોરા સમાજમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે.
Tags:
News