શહેરના ખસ રોડપર એક વૃદ્ધ દંપતિ બાઈક લઈને બોટાદ આવતા હતા, તે સમયે આઈસર ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ત્યારે બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બોટાદ જિલ્લાના ખસ ગામના ભુપતભાઈ બાવુભાઈ અને તેમના પત્ની બંને બાઈક લઈને બોટાદ આવવા માટે નીકળ્યા હતા, તેવામાં બોટાદ નજીક ખસ રોડ પર પહોંચતાં સામેથી આવી રહેલી આઈસર ટ્રક સાથે અથડતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેથી બાઈકચાલક ભુપતભાઈ અને તેમના પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે બાઈકચાલક ભુપતભાઈનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના પત્નીને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે.
અકસ્માત બાદ આઇસર ટ્રક લઇને ડ્રાઇવર ઘટનાસ્થળેથી નાસી ગયો હતો, પરંતુ રેલવે ફાટક બંધ હોવાને કારણે પકડાય ગયો હતો.
સ્થળ પર હાજર લોકોનો કહેવું છે કે, ડ્રાઇવર નશામાં ધૂત હોય જેથી અકસ્માતની ઘટના બનવા પામી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.