જસદણ: આટકોટ ગામે એક ગંભીર માર્ગ અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આટકોટના કે.ડી. પરવાડિયા હોસ્પિટલ નજીક ટ્રક, કાર અને રીક્ષાની વચ્ચે ટક્કર થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
અકસ્માતમાં રીક્ષા ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના કારણે તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. અન્ય એક ઈજાગ્રસ્તને આટકોટની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ઘટનાને કારણે સ્થળ પર તણાવનું વાતાવરણ સર્જાયું હતું, અને આ ઘટનાને જોવા માટે સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.