WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછીયા બંધ : વીંછિયાના થોરીયાળી ગામે અરજી કર્યાનો ખાર રાખી ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા. 🆕 વાંચો વધુ માહિતી

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
વિંછિયા તાલુકાના થોરીયાળી ગામના કોળી યુવાનન ની હત્‍યા થતા ચકચાર જાગી છે.
👇🏻👇🏻👇🏻

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વિછીયા તાલુકાના થોરીયાળી ગામના ઘનશ્‍યામભાઈ શિવાભાઈ રાજપરા ઉંમર ૪૮ નામનો કોળી યુવાન આઇસર રીપેર કરાવી રહ્યો હતો.

ત્‍યારે અચાનક કેટલાક શખ્‍સો દોડી આવ્‍યા હતા અને તેની ઉપર કુહાડી ને લાકડીના ઘા જીકીને હુમલો કર્યો હતો. 

આ બનાવને પગલે કોઈ યુવાન ઘનશ્‍યામભાઈ લોહી લુહાણ થઈ જતા ઢળી પડ્‍યો હતો અને તેને તાત્‍કાલિક પ્રાથમિક સારવાર વીંછિયા હોસ્પીટલમાં આપ્‍યા બાદ વધુ સારવાર માટે  રાજકોટ રિફર કરવામાં આવ્‍યો હતો. 

જોકે ત્‍યાં તેનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો હતો શેખાભાઈ ગભરૂભાઈ સાંભડ સહિતના કુલ સાત આરોપીઓએ એકસંપ થઈ હત્‍યાનું કાવતરું ઘડીને હુમલો કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું છે. 

મરણ પામનાર કોળી યુવાને વિછીયામાં લેન્‍ડ ગ્રેબિંગ ની ફરિયાદ કરી હતી તેનો  ખાર રાખીને તેની ઉપર હુમલો થયો હોવાની ચર્ચા છે.


વિછીયા પંથકના ઘનશ્‍યામભાઈ રાજપરા નામના કોળી યુવાનની હત્‍યા થતા તટસ્‍થ તપાસની માગણી સાથે વિછીયા બંધનું એલાન આપવામાં આવ્‍યું છે. જેને પગલે  વિંછીયા સજ્જડ બંધ રહ્યું છે.


વિછીયા પંથકના ઘનશ્‍યામભાઈ શીવાભાઈ રાજપરા નામના કોળી યુવાનની કેટલાક શખ્‍સોએ ગેરકાયદેસર મંડળી રહી હતી અને એક સંપ થઈને કુહાડી વડે હુમલો કરી હત્‍યા કરી હતી.

જેને પગલે કોળી સમાજના વિવિધ અગ્રણીઓ વિંછીયાના પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરા  તથા અગ્રણી મુકેશભાઈ રાજપરા દ્વારા તમામ આરોપીઓને તાત્‍કાલિક ધરપકડ કરીને આકરી સજા કરવાની તથા તટસ્‍થ તપાસની માગણી સાથે વિછીયા બંધનું એલાન આપવામાં આવ્‍યું હતું.

જેને પગલે આજે વહેલી સવારથી જ વિંછીયાની બજારો  સજ્જડ બંધ રહી હતી. બપોરે રેલી કાઢીને વીછીયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. 

આ રેલી આવેદન ના કાર્યક્રમમાં પણ કોળી સમાજ સહિતના વિવિધ સમાજના લોકો મોટી સંખ્‍યામાં જોડાયા હતા અને વિછીયા પંથકમાં કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ નિયંત્રણમાં લેવા માગણી કરી હતી. 

હત્‍યાનો ભોગ બનનાર ઘનશ્‍યામભાઇ રાજપરા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં અને સાથે ખેતી પણ કરતાં હતાં. તે બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ

👇🏻👇🏻👇🏻

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો