WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ગઢડાના વીડ વિસ્તારમાં ફરી ડાલામથ્થાંના આંટાફેરા : વાછરડી અને પાડીનું મારણ કર્યું

ગઢડા પંથકના વીડ વિસ્તારમાં ફરી ડાલામથ્થા ના આંટાફેરા વધ્યાં છે. અવાર નવાર પશુઓના મારણના બનાવો પણ બનતાં હોઇ ખેડૂતો અને માલધારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. ગત એક સપ્તાહમાં ઇતરીયા, ઘોઘા સમડી, ઇંગોરાળા પંથકમાં પંજાના નિશાન (સગડ) મળ્યાં છે. 
ઘોધા સમડી તથા ઇંગોરાળઆમાં એક વાછરડી અને એક પાડીનું મારણ કરતાં ફોરેસ્ટના અધિકારીઓ તરફથી સિંહના અવરજવરવાળા વિસ્તારોમાં સાવધાનીના બોર્ડ પણ મૂકી દેવામાં આવ્યા છે. ગઢડા(સ્વામીના ) પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સિંહના આંટાફેરા શરૂ રહેતા વાડી વિસ્તારમાં અને પશુ પાલકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
અગાઉ બાળ સિંહનો મૃતદેહ મળ્યો હતો ગઢડા નજીકના વીડ વિસ્તારમાં અગાઉ પણ એક બાળ સિંહનું ખુલ્લા કૂવામાં પડવાથી મોત નીપજ્યું હતું. તે સમયે અન્ય સિંહ આસપાસ હોવાની આશંકા હતી. તે દરમિયાન ફરી સિંહના સગડ મળતાં ખેડૂતોમાં ભય ફેલાયો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો