WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સુરેન્દ્રનગરમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાની રીવ્યુ બેઠક: વિકાસ કામોની સમીક્ષા અને અગત્યના સૂચનો

આજરોજ જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઈ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ જિલ્લામાં ચાલતા વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો/માર્ગદર્શન આપ્યા હતા.
આ બેઠકમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સિંચાઈ અને પીવાના પાણીનાં પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. પાણી પુરવઠા અને સૌની યોજના અન્વયે જિલ્લામાં ચાલી રહેલા પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે જિલ્લાના લોકોને ઉનાળામાં પાણી અંગે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આગોતરું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું.
જિલ્લા પુરવઠા અધિકારી પાસેથી અનાજ વિતરણ વ્યવસ્થા અને e-kyc અંગેની જાણકારી મેળવી હતી. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં મળતા લાભો તથા ડી.બી.ટી. સહાયમાં પારદર્શિતા લાવવા માટે e-kyc ખૂબ જ જરૂરી હોવાથી દરેક લોકોનું વહેલામાં વહેલી તકે e-kyc પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત e-kyc અંગે વિવિધ પ્રચાર માધ્યમોમાં ફેલાતી ખોટી ભ્રામક માહિતીઓ અને અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરી હતી.
આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન નિયામક આર.આર.ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી એ.જી.ગજ્જર, પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ સહિત સંબંધિત તમામ વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સોર્સ: દિવ્ય ભાસ્કર

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો