WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણને નવા વર્ષમાં અનેક વિકાસના કામોથી નાગરિકોની સુવિધા મળશે: વિજય રાઠોડ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના નાગરિકોને શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આગામી બુધવારના રોજ ઈસ્વી સન ૨૦૨૫ની નવા વર્ષની શરૂઆત થતી હોય તે નિમિતે નાગરીકોને શુભેચ્છા પાઠવી હતી.

અને જણાવ્યું હતું કે ગત વર્ષમાં દેશના ડાયનેમિક વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના કાર્યકાળમાં ગત વર્ષમાં અબજો રૂપિયાના વિકાસના કામો થયાં છે આગામી વર્ષમાં પણ જસદણના નાગરિકોને કરોડો રૂપિયાના અનેક વિકાસના કામોની ભેટ મળશે વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે ગત વર્ષમાં જસદણને નવા રોડ રસ્તા ઘેલાં સોમનાથ મંદિરમાં અઘતન સુવિધા આરોગ્ય મંદિરો જળાશયો ઇલેક્ટ્રિક ઉપકરણો સહિતનાં વિકાસના કામોની જબરી ભેટ મળી છે 

ત્યારે આગામી વર્ષમાં જસદણમાં એક આગવી કહી શકાય એવી ભેટ મળવાની છે એ છે નગરપાલિકાની ભવ્ય ઈમારત અત્યાર સુધી જસદણ નગરપાલિકાને પોતાનું કહી શકાય એવી કોઈ કચેરી નહોતી પણ કરોડો રૂપિયાના ખર્ચે આ પાલિકાનું પોતાનું કહી શકાય એવી ભવ્ય ઈમારત હાલ પૂર્ણતાના આરે છે તે જસદણના નાગરિકોને મળશે જેથી કર્મચારીઓ અને નાગરિકોની સુખાકારીમાં વધારો થશે આ ઉપરાંત અન્ય વિકાસના કામોની લાંબી યાદી છે તે ૨૦૨૫ની સાલમાં લોકોને મળી જશે છેલ્લે વિજયભાઈ રાઠોડએ આવનારું વર્ષ દરેક નાગરીકો માટે ફાળદાયી નીકળે દરેક માટે પ્રગતિના દ્વાર ખુલે એવી શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો