જસદણના ખાંડા હડમતીયા ગામની સીમમાં રૂરલ એસઓજીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો અને ખેતરમાંથી ગાંજાનું વાવેતર પકડી પાડી એક શખ્સની ધરપકડ કરી હતી. ખેતીકામ કરતા શખ્સે આર્થિક ભીંસ દૂર કરવા ગાંજાનું વાવેતર કર્યાની કબુલાત આપી હતી.
જેના આધારે પોલીસે ખેડૂત પાસેથી 2.413 કિલોગ્રામ ગાંજો કે જેની કિંમત 24,160 થવા જાય છે.
પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સ અંગેના ગુના પર લગામ કસવા સુચના અપાઇ હોઇ એસ.ઓ.જી પો.ઇન્સ એફ.એ. પારગી તથા પો.સબ.ઇન્સ બી.સી. મિયાત્રા સ્ટાફ સાથે જસદણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળી હતી કે, ખોડાભાઇ વાઘજીભાઈ રોજાસરા (ઉ.વ.40) ગામની ઉગમણી સીમ તા.જસદણ જી.રાજકોટ વાળાએ ગેરકાયદે રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની મળેલી હકિકતના આધારે દરોડો પાડતાં આરોપીના ખેતરમાંથી માદક પદાર્થ ગાંજાનો 2 કિલો 416 ગ્રામ જથ્થો કે જેની કિંમત રૂ.24,160 થવા જાય છે તે 30 છોડ કબજે લઇ આરોપી સામે જસદણ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાર્યવાહી હાથ ધરાઇ છે.