WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સાયલામાં ગેરકાયદે ખનનનો પર્દાફાશ: 25 લાખનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સોની અટકાયત

સાયલામાં ગેરકાયદે ખનન ઝડપાયું:ત્રણ ટ્રેક્ટર, એક લોડર સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાર કુવા સીઝ, બે શખ્સની અટકાયત
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં ખાણખનીજ વિભાગ અને લીંબડી ડીવાયએસપીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગેરકાયદે કાર્બોસેલના ખનનનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ કુલ રૂ. 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીના નેતૃત્વમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં પોલીસ અને ભૂસ્તરશાસ્ત્રીની બે ટીમોએ સાથે મળીને દરોડા પાડ્યા હતા. ઓપરેશન દરમિયાન ગેરકાયદે ખનન માટે ઉપયોગમાં લેવાતા ત્રણ ટ્રેક્ટર, એક લોડર જપ્ત કરવામાં આવ્યું છે. જ્યારે ચાર કુવાઓ સીઝ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ખનન માટે વપરાતી ચરખીઓ પણ જપ્ત કરવામાં આવી છે.
સ્થળ પરથી ગેરકાયદે ખનન કરતા બે શખ્સોને પણ ઝડપી લેવામાં આવ્યા છે. ભૂસ્તરશાસ્ત્રી વિભાગની ટીમે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. વિભાગ દ્વારા જપ્ત કરાયેલા મુદ્દામાલની ચકાસણી કરી કુલ કેટલા રૂપિયાની ખનિજ ચોરી થઈ છે તેની તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદે ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો