હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વિંછીયા માં પોલીસ પર પથ્થર મારો કરનાર મુખ્ય આરોપી મુકેશ રાજપરા અને નવનીત સોલંકી ને વિંછીયા નામદાર કોર્ટ માં રજૂ કરવા માં આવ્યા હતા
પોલીસે કોર્ટ સમક્ષ સાત દિવસ ના રિમાન્ડ માંગ્યા હતા કોર્ટ એક દિવસ માં રિમાન્ડ મંજૂર કર્યા હતા
પોલીસે મુકેશ રાજપરા પર ગંભીર આક્ષેપ કર્યા મુકેશ રાજપરા લોકો ને ભેગા કરવા અને લોકો ને ઉશ્કેરવા માં મુખ્ય ભૂમિકા ભજવી હતી
પોલીસે ટોળા સામે ગંભીર કલમો લગાડી જાહેર મીલકત ને નુકશાન પોહંચાડવું રાયોટિંગ તેમજ ભારતીય ન્યાય સહિંતા.ની કલમ
189(2),189(3), 190,191,(2),195(1),109(1),121(1),121(2),49,132,324(4),61(2),115(2),125(a),125(b), તેમજ સાર્વજનિક મિલકત ને નુકશાન કરવા ની કલમ 3,
અને જી.પી.એ.એક્ટ 35 ની કલમ મુજબ પોલીસે ટોળા સહિત મુખ્ય આરોપી પર ગુન્હો નોંધ્યો
પોલીસે અત્યાર સુધી માં મુખ્ય આરોપી મુકેશ રાજપરા અને નવનીત સોલંકી સહિત 60 લોકો ની ધરપકડ કરી છે
58 જેટલા આરોપી ને ગોંડલ જેલ હવાલે કર્યા
પોલીસે મુખ્ય આરોપી મુકેશ રાજપરા અને નવનીત સોલંકી રિમાન્ડ દરમિયાન પોલીસ કડક કાર્યવાહી કરાશે
સાથેજ મુકેશ રાજપરાએ જે પોસ્ટ સોશિયલ મીડિયા માં વાયરલ કરી હતી તે કંઈ જગ્યાએ બનાવવા માં આવી હતી
અને લોકો ને ભેગા કરવા માં કોની કોની મદદત લીધી હતી અને સાથેજ ક્યાં પક્ષ ના નેતાઓ પડદા પાછળ રહી ને વિંછીયા પંથક ની શાંતિ ડોલવા નું કાવતરૂ રચ્યું હતું
આ તમામ મુદ્દાઓ ની પોલીસ તપાસ કરાશે અને રિમાન્ડ પૂર્ણ થશે એટલે પોલીસ તપાસ માં શું બહાર આવે છે તેના પર કેટલાક રાજકીય પક્ષ અને જસદણ અને વિંછીયા પંથક ના લોકો રાહ જોઈ રહ્યા છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ