હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગુજરાત રાજયનાં ડાયનેમિક ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો આજે બુધવારે જન્મદિન હોવાથી તેમને ઠેર ઠેરથી શુભેચ્છા મળી રહી છે ૮ જાન્યુઆરી ૧૯૮૫માં જન્મેલા હર્ષભાઈના આજના જન્મદિવસે ગુજરાતમાં સવારથી અનેકાએક સેવાકિય કાર્યો થઈ રહ્યાં છે ત્યારે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ પણ તેમને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે યુવા શકિતનું ઉત્તમ ઉદાહરણ એટલે હર્ષભાઈ સરકારમાં તો તેમની કામગીરી આભને આંબી છે.
પણ ગુજરાતનાં કેટલાંય જિલ્લાઓમાં તેમનાં સામાજિક સેવાકિય કામો રંગ લાવ્યાં છે તેમણે સોનગઢ ઉચ્છલ વ્યારા જેવાં આદિવાસી વિસ્તારોમાં હોસ્પિટલ સહિતનાં કાર્યો બેખૂબીથી ચાલી રહ્યાં છે ત્યારે તેમની આ રાષ્ટ્રસેવા વધુ ઝગમગ થતી રહે ઈશ્વર તેમને નિરામય દીઘાર્યુ આપે એવી પ્રાર્થના વિજયભાઈ રાઠોડએ અંતમાં કરી હતી.