ઉમેદવારોને ફોર્મ ભરવા અને ડોક્યુમેન્ટ તૈયાર રાખવા સૂચના
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાંની સાથે જ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો હવે પ્રચારની સાથે ઉમેરવારો ને લઈ પણ કમર કસી છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે, ભાજપ દ્વારા કેટલાક જસદણ નગરપાલિકાના ઉમેદવારોને ફોર્મ ભરવા સૂચના અપાઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોને નામો જાહેર થયા પહેલા જ ફોર્મ ભરવા સૂચના અપાઈ હોવાનું પણ સામે આવ્યું છે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપના કેટલાક ઉમેદવારોને ફોર્મ ભરવા સુચના અપાઈ છે. મહત્વનું છે કે, ઉમેદવારોના નામો જાહેર થયા પહેલા જ ઉમેદવારોને ફોર્મ ભરવા સૂચના અપાઈ છે. અહીં એ પણ નોંધનીય છે કે, આવતીકાલે સંભવિત રીતે ઉમેદવારોના નામ સત્તાવાર જાહેર થશે ઉલ્લેખનીય છે કે જસદણ નગરપાલિકાની ચૂંટણી સાત વર્ષ કરતાં પણ વધું સમય પર આવી છે સાત વોર્ડના ૨૮ ઉમેદવાર કાલે જાહેર થશે ત્યારે તેમનાં ધેર લાપસીના આંધણ મુકાશે.