WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં રવિવારે ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ સંગઠન દ્વારા સન્માન સ્નેહ મિલન યોજાશે

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ જુના માર્કેટયાર્ડ ખાતે આગામી તા.૧૨ જાન્યુઆરી ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકે ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ સંગઠન દ્વારા તાજેતરમાં નીમાયેલ સંગઠનના વિવિધ હોદ્દેદારોનું સન્માન અને સ્નેહમિલનનો એક કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ સમારોહ નવા સુરજદેવળ મહંત પરમ પૂજ્ય શ્રી શાંતિ બાપુ દીપ પ્રાગટય કરી સમારોહ ખુલ્લો મુકશે.
મુખ્ય મહેમાન તરીકે વાંકાનેરના રાજવી કેશરીસિંહ અતિથિ વિશેષ તરીકે કુંવરજીભાઈ બાવળીયા, કિરીટસિંહ રાણા, ડો. ભરતભાઈ બોઘરા, જયરાજસિંહ જાડેજા, શામજીભાઈ ચૌહાણ, જયરાજભાઈ ધાધલ, મંગળુભાઈ ખાચર સહિતનાં મહાનુભવો ખાસ ઊપસ્થિત રહેશે આ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ગુજરાતભર માંથી મહાનુભવો પધારવાના હોવાથી ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ સંગઠનના પ્રમુખ નામદાર સત્યજીત કુમાર ખાચર સાહેબના માર્ગદર્શન હેઠળ તૈયારીઓને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ થઈ રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો