હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તાજેતરમાં રાજકોટ શહેર કોંગ્રેસ મહીલા મોરચાના પ્રમુખ દીપ્તિબેન એચ સોલંકીની નિયુક્તિ કરવામાં આવતાં તેમને ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે ત્યારે રાજકોટ દાઉદી વ્હોરા સમાજના મહિલા અગ્રણીઓ દુરૈયાબેન મુસાણી અને રઝિયાબેન શામએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે દીપ્તિબેન એ ભુતકાળમાં રાજકોટમાં વસતા છેવાડાના અનેક નાગરીકોને મદદરૂપ બન્યાં હતાં તેમની કામગીરીની પક્ષએ નોંધ લઈ ફરી મહત્વના પદ પર જવાબદારી સોંપી એમનો અમને આનંદ છે આગામી દિવસોમાં દાઉદી વ્હોરા સમાજની સક્રિય મહિલાઓ દ્વારા દીપ્તિબેનને ફૂલડે વધાવવાના કાર્યક્રમની ટુંકા ગાળામાં અમો જાહેરાત કરીશું.
અત્રે નોંધનીય છે કે રાજકોટ દાઉદી વ્હોરા સમાજની મહિલા રઝિયાબેન અને દુરૈયાબેન અને તેમની ટીમ દ્ધારા અનેક લોકહિતના કાર્યો કરવામાં આવ્યાં છે અને આ સેવાયજ્ઞ હજું પણ પ્રજ્વલિત હોવાથી તેમનો લાભ હજું પણ સમાજને મળી રહ્યો છે.