WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સુરતીઓ જેને માટે વિખ્યાત છે એ સુરતી વાનગીઓ સુરતી અંદાઝમાં

સુરતીઓ જેમ કાપડ માટે હીરા માટે પોતાની દિલદારી સખાવત ઉદારતા નિખાલસતા માટે જાણીતા છે એમ સુરતીઓ ખાવાપીવા માટે પણ જગવિખ્યાત છે. સુરતીઓની મોજ મસ્તી ધમાલમાં ખાણીપીણી તો હોય જ સુરતીઓ ભજીયામાં પણ અનેક વેરાયટી બનાવી જાણે છે. 
કાંદાના ભજીયા બટાકાના ભજીયા ટામેટાના ભજીયા સહીત સેંકડો જાતના ભજીયા સમોસા પણ અનેક વેરાયટીના સમોસા... જેમ કે 
દાળના સમોસા 
બટાકાના સમોસા 
વટાણાના ભજીયા 
ભુલ છે તો ભજીયા છે 
ખૂબી છે તો ખમણ છે 
સરળતા છે તો સમોસા છે 
ખામી છે તો ખાંડવી છે 
ચિંતા છે તો ચેવડો છે 
ભાવના છે તો ભૂસુ છે 
ભાગ્ય છે તો ભાખરવડી છે 
ફરજ છે તો ફૂલવડી છે 
શક છે તો શક્કર પારા છે.
ઢોંગ છે તો ઢોકળા છે.
ઈર્ષા છે તો ઇડલી છે 
પ્રેમ છે તો પાત્રા છે.
સચ્ચાઈ છે તો સેવ ઉસળ છે 
કૃપા છે તો કચોરી છે 
પરોપકાર છે તો પાણીપુરી છે. 
દીલ છે તો દાબેલી છે.
વ્હાલ છે તો વડાપાઉ છે 
બુદ્ધિ છે તો બટાકાવડા છે 
ફજેતી છે તો ફાફડા છે.
મન છે તો મઠીયા છે.
ચતુરાઈ છે તો ચોળાફળી છે 
ભરોસો છે તો ભેલપુરી છે 
પવિત્રતા છે તો પાઉંભાજી છે.
ગપ્પા છે તો ગાઠીયા છે 
રસ છે તો રગડાપેટીસ છે 
મોહ હોય તો મુઠીયા છે 
વહેમ છે તો વડા છે 
સમભાવ છે તો સેવ ખમણી છે 
દુવા છે તો દાળવડા છે 
ખુશી છે તો ખાખરા છે.
ચીવટ છે તો ચકરી છે 
ઉત્સાહ છે તો ઉપમા છે 
કલ્પના છે તો કનપુરી છે 
બરકત છે તો બટાકાપૌંઆ છે 
ઈજ્જત છે તો ઇડદા છે 
હેત છે તો હાંડવો છે.
લોચો છે તો લોચો છે 
કમાણી છે તો કુલ્ફી છે 
મજા છે તો મસાલાઢોસા છે 
આનંદ છે તો આઈસ્ક્રીમ છે 
દોડ છે તો દાણાચણા છે 
ઉડવું છે તો ઉંધીયું છે 
જોબન છે તો જલેબી છે.
પમરાટ છે તો પાપડ છે 
અને છેલ્લે બેસવું છે તો બાટલી છે.
બોલો આમાં કંઈ ઘટે?
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
૯૩૭૬૯ ૮૧૪૨૭

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો