WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછીયાના મોઢુકા ગામે શૈલેષભાઇ તાવીયા ઉપર ૩ શખ્‍સોનો લાકડી પાઇપથી હુમલો

અગાઉ આપેલ ઠપકાનો ખાર રાખી પાટીયાળીના ઘનશ્‍યામ સહિતના તૂટી પડયા 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
વિંછીયાના મોઢુકા ગામે અગાઉ આરોપી ઠપકાનો ખાર રાખી યુવાન ઉપર ત્રણ શખ્‍સોએ લાકડી-પાઇપથી હુમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ મોઢુકા ગામે રહેતા શૈલેષભાઇ બાબુભાઇ તાવીયાએ ઘનશ્‍યામ રામજીભાઇ રે. પાટીયાળી, સંજય ધીરૂભાઇ તાવીયા તથા નિર્મળ વલ્લભભાઇ તાવીયા રે. બંને મોઢુકા સામે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જાણાવ્‍યા મુજબ ફરીયાદીના પત્‍નીને નિર્મળે ફોન કરતા તેને ઠપકો આપેલ હોયતેનો ખાર રાખી ઘનશ્‍યામે ફરીયાદીને ફોન કરી બોટાદ જવાની  ચોકડીએ બોલાવ્‍યો  હતો અને ત્‍યાં ઘનશ્‍યામ, સંજય તથા નિર્મળે લાકડી અને લોખંડના પાઇપ સાથે ફરીયાદી શૈલેષભાઇ ઉપર હુમલો કરી ઇજા કરી હતી.

આ અંગે ઇજાગ્રસ્‍ત શૈલેષભાઇએ ત્રણેય સામે ફરીયાદ કરતા વિંછીયા પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો