હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વાંકાનેરના સામાજિક કાર્યકર અબ્બાસભાઈ ભારમલના ૧૦ વર્ષીય સુપત્ર બુરહાનુદ્દીનએ આજે પવિત્ર રજબ માસમાં એક દિવસ રોજુ પાળી અલ્લાહની બંદગી કરી હતી દાઉદી વ્હોરા સમાજમાં હાલ પાક રજબ માસ ચાલી રહ્યો છે.
આ માસમાં રોઝા રાખવા ફરજિયાત નથી પણ અલ્લાહ અને શેરે ખુદા હ.અલી સાહેબની આસ્થાને કારણે દાઉદી વ્હોરા સમાજના નાના મોટેરાં બિરાદરો સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી એક પણ પાણીનું ટીપું અને અન્નનો એક પણ દાણો મોઢામાં નાખ્યાં વગર રોઝા પાળી રહ્યાં છે.
તસ્બી જેવી સામુહિક પ્રાર્થનામાં ભાગ લઈ રહ્યા છે ગુરૂવારે રજબ માસનો દસમો દીવસ હોય તે દરમિયાન વાંકાનેરના બાળ રોઝેદાર બુરહાનુદ્દીનએ આખો દિવસ ભૂખ્યો તરસ્યો રહી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
Tags:
News