હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણની વિખ્યાત આસ્થા, પબ્લિક અને યશોદા સ્કુલના ઉપક્રમે એક પગલું દીકરીઓના શિક્ષણ તરફ તે દિશા અનુલક્ષીને યશોદા મહાકુંભ 2025 નું જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિધાર્થીઓના વાલી અને હજજારો વિધાર્થીઓ અને શહેરીજનોએ વિધાર્થીઓની વિવિઘ કૃતિ અને કળાને નિહાળી ધન્યતા અનુભવી હતી આ અંગે વિધાર્થીઓની કૃતિ નિહાળવા આવેલા વાલી હરિભાઇ હીરપરા અને નયનાબેનએ જણાવ્યું હતું કે અમારા પુત્ર પુર્વએ પણ આ મહાકુંભમાં ભાગ લીધો છે જેમાં શૈક્ષણીક, વૈજ્ઞાનિક અને વાણિજય સાથોસાથ ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી ટુંકમાં આ મહાકુંભ બેસ્ટ આયોજકોની કાબિલેદાદ મહેનત.