WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ નગરપાલિકાના સુકાનીની ગુરૂવારે સેન્સ: ચૂંટણી તા.5માર્ચના રોજ યોજાય એવાં એંધાણ

જસદણ નગરપાલિકાના સુકાનીની ગુરૂવારે સેન્સ: ચૂંટણી તા.5માર્ચના રોજ યોજાય એવાં એંધાણ 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ગત તા.16 ફેબ્રુઆરીના રોજ યોજાય હતી જેનું પરિણામ તા.18 ફેબ્રુઆરીના રોજ આવેલ જેમાં જસદણ નગરપાલિકાની કુલ મળીને 28 બેઠકો પર ભાજપની 22 કોંગ્રેસની 4 અપક્ષ 1 બેઠક પર જીત મેળવી હતી જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા અને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડના નેજા હેઠળ લડાયેલી આ ચૂંટણીમાં ભાજપનો અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય થયો હતો.
તે વિજયના સુકાની અને ઉપ સુકાનીની નિમણૂંકને લઈ ભાજપના પ્રદેશ નિરીક્ષકો ઝવેરી ઠક્કર અને હિરેન હીરપરા કાલે બુધવારે સેન્સ લેવા માટે જસદણ આવી રહ્યાં છે ત્યારે લાખો રૂપિયાની આવક તકલાદી વિકાસના કામો ગેરકાયદેસર બાંધકામોનું હબ છતાં પાલિકા દેવાદારના સુકાનીની સેન્સ લેશે અને પ્રદેશને નામો મોકલવાની પ્રક્રિયા કરશે ત્યારે જસદણ નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ? 

તે અંગે હાલ મોઢા એટલી વાતો ચર્ચાય રહી છે ત્યારે જસદણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે બિન અનામત પુરુષ આવનારા અઢી વર્ષ માટે બનશે જોકે આ ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ નથી પણ આવનારી તા.5માર્ચ સુધીમાં યોજાય એવી શક્યતા હાલ સેવાય રહી છે 

બુધવારે સેન્સ યોજાય રહી છે જેમાં પ્રમુખ બનવાં માટે દાવેદારોનો રાફડો ફાટશે પણ ધાર્યું ધણીનું (કદાવર નેતા) નું ચાલશે અત્રે નોંધનીય છે કે આગામી નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે તે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 (સુધારા અધિનિયમ 1993) ની કલમ 32 (1) ની જોગવાઈ મુજબ થશે આ અંગે હાલ રાજકીય ગતિવિધિ તેજ બની છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો