બોટાદમાં ગાળો બોલવાની ના પાડતા યુવકને માર માર્યો હતો. બોટાદમા ટાઢાની વાડીમા શેરી નં 8મા રહેતા દક્ષભાઈ ચાવડા તેમના કાકાના પાનના ગલ્લા પાસે ઉભા હતા ત્યારે વિઠ્ઠલભાઈ ટેણીભાઈ બથવાર દક્ષભાઈને જોઈ ભુડા બોલી ગાળો બોલવા લાગતા દક્ષભાઈએ ગાળૉ બોલવાની ના પાડતા વિઠ્ઠલભાઈ બથવાર, કિશન બથવાર, કૃણાલ કનુભાઈ બથવાર, મુકેશભાઈ બથવાર અને પ્રવિણભાઈ બથવાર ઉશ્કેરાઈ જઈ દક્ષભાઈ અને તેમના દાદા પ્રકાશભાઈને મારમારી ઈજા પહોચાડી મારી નાખવાની ધમકી આપી હતી
દક્ષભાઈએ વિઠ્ઠલભાઈ બથવાર, કિશન બથવાર, કૃણાલ બથવાર, મુકેશભાઈ બથવાર અને પ્રવિણભાઈ બથવાર બોટાદ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી.