WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં ગેસ્ટહાઉસમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા રાજકોટના બે શખ્સ ઝડપાયા

જસદણમાં આટકોટ રોડ પર ગેસ્ટ હાઉસમા પોલીસે દરોડો પાડી ગેસ્ટ હાઉસમા રૂમ ભાડે રાખી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા અને રમાડતા રાજકોટના બે સટોડીયાને ઝડપી લીધા હતા. જેની પુછપરછમા મહારાષ્ટ્રના પુનાના બુકીનુ નામ ખુલ્યુ હતું. પોલીસે 3 મોબાઇલ કબજે કર્યા હોય જેમાથી અનેક સટોડીયાના નામ ખુલે તેવી શકયતા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના આટકોટ રોડ પર આવેલા આદિત્ય ગેસ્ટ હાઉસમા ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. 

ગેસ્ટ હાઉસમા રૂમ ભાડે રાખી વુમન પ્રિમીયર લીગની મેચ પર સટ્ટો રમાડતા અને રમતા રાજકોટના ગાંધીગ્રામ લાભદીપ સોસાયટીમા રહેતા મુળ મહારાષ્ટ્રના પુનાના નામચીન ગુલાબદાસ કરસનદાસ ગોંડલીયા અને રાજકોટના નિર્મલા કોન્વેન્ટ રોડ પર તનીષ્ક રેસીડન્સીમા રહેતા જમીન મકાનના દલાલ ધર્મેન્દ્ર મુલચંદ જેઠાણીની ધરપકડ કરી હતી. 

આ બન્ને આરોપીઓ પાસેથી રોકડ અને 3 મોબાઈલ સહીત રૂ.15 હજારનો મુદામાલ કબજે કરવામા આવ્યો હતો. આ બનાવમાં બન્ને આરોપીઓની પુછપરછમા નામચીન ગુલાબદાસ ગોંડલીયા અને ધર્મેન્દ્ર જેઠાણી રૂમ ભાડે રાખી સટ્ટો રમતા હતા અને રમાડતા પણ હતા અને આ અંગેની કપાત આઇડી આપનાર પુનાના યાજ્ઞીક લાખાણી પાસે કરાવતા હોવાનુ જણાવ્યુ હતુ.

જસદણ પોલીસે ગુલાબદાસ ગોંડલીયા અને ધર્મેન્દ્ર જેઠાણીની ધરપકડ કરી હતી અને તેમણે યાજ્ઞીક લાખાણીનુ નામ આપતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ઉપરાંત આ બન્ને સટોડીયા પાસેથી રોકડ રકમ કબજે કરવામાં આવી હતી અને કબજે લેવાયેલા 3 મોબાઇલમાંથી અનેક નાના પંટરોના નંબર મળી આવ્યા હોય જેના આધારે પોલીસે વિશેષ પુછપરછ શરુ કરી છે અને આ મામલે હજુ વધુ પણ ધરપકડ માટે તજવીજ હાથ ધરાઇ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો